Welcome!
The student police cadet project
The STUDENT POLICE CADET Project is a school-based youth devlopment initiative that trains high school students to evolve as
future leaders of a democratic society by inculcating within them respect for the law, discipline, civic sense, empathy for
vulnerable sections of society and resistance to social evils.
Activity Calender
FAQ's
Training Material
 
Our Gallery
 
Your Sharing  


test
- test
હું જયારથી એસ.પી.સી.માં સામેલ થઇ છું ત્યાીર પછી મારા ઘરની આજુબાજુના લોકોમાં ઘણો ફેર પડી ગયો છે. જે લોકો દારૂ પીતા હતા તે થોડુક ઓછું પીતા થયા છે. અને આજુ બાજુ ઘર કંકાસો દુર થઇ ગયા છે. મહીલા સંરક્ષણ ની તાલીમ મેળવ્યાી પછી મે મારા આજુ બાજુ રહેતી મહીલાઓને પોતાની જાતને કેવી રીતે બચાવવું તે શીખવાડયું છે
- દીપીકાબેન રેખાબેન રાથોડ
એસ.પી.સી.માં સામેલ થયા પછી મહિલા સશકિતકરણની તાલીમ લીધા પછી મારી મમ્મીને દારૂ પીને જે પરેશાન કરતા હતા તે હવે કરતા નથી.  એસ.પી.સી.ના કલાસમાં યોગા દ્વારા શરીરમા થતા ફાયદાઓ વિશેની જાણકારી મળી , અને મે મારી મમ્મીને યોગા કરતા શીખવાડ્યું.
- સાલીનીબેન મહેશભાઇ પટેલ
મારા પપ્પા દિવસ દરમ્યાન ખૂબજ ગુટખા ખાતા હતા હું જયારથી એસ.પી.સી.માં સામેલ થઇ છું. ત્યા.ર પછી તેઓ ગુટખા ઓછા ખાય છે. અમોને મહીલા હેલ્પ લાઇન વિશેની માહિતી પો.સ.ઇ. તથા સુરક્ષા સેતુ કેન્દ્ર માથી મળી તેની જાણ અમોએ શાળાઓમાં,અમારા પરીવારો તથા આજુબાજુના પડોશીઓને કરી.
- વિશાખાબેન વિનોદભાઇ ધાંડી
મારા પપ્પા મજુરી કરે છે. અને વ્યસનમા પૈસા વેડફતા હતા. હું જયારથી એસ.પી.સી.માં સામેલ થયો ત્‍યાર પછી તેઓ વ્ય સન કરતા નથી અને હવે ગ્રામીણ બેંકના ખાતામા દર મહીને પૈસાની બચત કરે છે.
- અતુલભાઇ સુરેશભાઇ ગાવીત
મારા પપ્પા દિવસ દરમ્યાન ખુબજ ગુટખા ખાતા હતા, હું એસ.પી.સી.માં સામેલ થયો પછી તેઓએ ગુટખા ખાવાનું ઓછું કરેલ છે. મહીલા હેલ્પ લાઇન વિશેની જાણકારી અમને પો.સ.ઇ. તથા સુરક્ષા સેતુ કેન્દ્ર માથી મળી અમોએ તેની જાણકારી શાળાઓમાં, અમારા પરીવારમાં તથા આજુબાજુ પડોશીઓને કરી. એસ.પી.સી.માં સામેલ થયા પછી મારામાં જે ડર હતો તે નીકળી ગયો અને બોલવામા હિમ્મત આવી છે.
- વીપુલભાઇ કમલેશભાઇ ગાંગોડા
મારા પપ્પા ડ્રાઇવર છે, મે એસ.પી.સી.માં ટ્રાફિક સપ્તાેહ દરમ્યાડન, ટ્રાફિક નિયમો ની જાણકારી મેળવી, તે માહિતી મારા પપ્પાને આપી ત્યાોર પછી પપ્પાી ડ્રાઇવીંગ સમયે સિટબેલ્ટ બાંધીને ગાડી ચલાવે છે. ગાડી ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરતા નથી. અને નશો કરીને ગાડી ચલવતા નથી.
- ઇન્દ્રવદનભાઇ વિરેન્દ્રભાઇ કોકણી
After I joined SPC, my father use helmet while driving two-wheeler and he doesn’t use mobile phone while driving. He has stopped drinking too.
- Laxmi
My father used to waste his earning from selling vegetables in drinking. He used to quarrel with my mother. After I joined SPC, he stoped drinking. The fights at home are no more there. This helps in my studies.
- Jyoti
My father is a laborer. After I joined SPC my father stopped wasting money on addiction. He has now opened a post office saving account and is saving money regularly. My fear has gone and now I am not shy in speaking.
- Swati
My father is a laborer. After I joined SPC my father stopped wasting money on addiction. He has now opened a post office saving account and is saving money regularly
- Pinki
After I joined SPC my father stopped drinking and fighting with my mother. The peace at home is good for my studies. My academic performance improved.
- Rohina
I learned traffic rules through SPC. My father is a driver. After I joined SPC and learned about traffic rules, he has been using safety belt while driving. He drives slow when passing by schools. He takes enough rest before driving.
- Komal

Feedbacks
એસ.પી.સી. યોજના દ્વારા સમાજમાં પડેલી પોલીસની છાપ સુધારી શકાય છે. પોલીસની ફરજ બજાવતા એસ.પી.સી.ના બાળકોને પરેડ શીખવવાનો લ્હાવો કંઇક અનેરો જ છે એસ.પી.સી.મા જોડાયેલ બાળકોની સાથે શૈક્ષણિક પ્રવાસ કરીને બાળકોને માર્ગદર્શન આપવાનું સારૂ લાગે છે. એસ.પી.સી. ના બાળકોને તાલીમ આપવા માટેનો અવસર મળ્યો તે મારા માટે ગર્વની વાત છે. બાળકોને તાલીમ આપવામા ઘણો જ આનંદનો અનુભવ કરુ છું. પોલીસની ફરજ બજાવતા બાળકોનાં ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ બનીને કામગીરી કરતા ધન્યતા અનુભવુ છુ. એસ.પી.સી.મા જોડાયેલા બાળકોનું જીવન ઘડતર કરવાનું તેમજ શારીરિક, માનસિક રીતે તૈયાર કરતા ઘણી જ ખૂશીનો અનુભવ કરુ છું
- Gajendra Jadav
એસ.પી.સી. યોજનાથી શાળામાં એક નવા પ્રકારનો જ માહોલ ઉભો થયો છે કેડેટો યુનિફોર્મ સાથે હોય છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ અમને જોવા માટે ઉત્સુકતા દાખવે છે કેડેટોનાં વ્યક્તિત્વમાં વિચારસરણીમાં, શિસ્તમાં ઝડપથી પરિવર્તન આવતું જોવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમ્યાન આ યોજનામાં જોડાયેલ કેડેટોને ઘણા ક્ષેત્રોના અનુભવી મહાનુભવો સાથે મુલાકાત સાથે મુલાકાત અને વાર્તાલાપ કરવાનું મળ્યુ છે જેને કારણે એમના વ્યકિતત્વમાં અને જ્ઞાનમાં પરિવર્તનની લહેરનો અનુભવ હું કરી રહ્યો છુ. શાળામાં આ યોજના ને લઇને ઘણા મહાનુભાવોને મુલાકાત લેવાનું થાય છે સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ સંસ્થાની અવાર નવાર મુલાકાત લે છે જેને કારણે શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ પોલીસ અધિકારીઓ સાથે નજીકથી સંબંધ કેળવતા થયા છે અને પોલીસ કર્મચારીઓ ખરેખર મિત્રતાના સંબંધે બંધાયેલા છે એવો દિલથી અહેસાસ કરે છે.
- યઝદી પી.પાત્રાવાલા
એસ.પી.સી.મા જોડાયા બાદ સરકારશ્રીના વિવિધ ખાતાઓ તરફથી કરવામાં આવતી જુદા જુદા પ્રકારની કામગીરીથી માહિતગાર થવાનો લાભ મળી શક્યો છે.
- દેવ ભાવેશભાઇ ભંડારી
એસ.પી.સી.માં ગોઠવવામા આવતા શૈક્ષણિક, ફિલ્ડ વિઝીટ જેવા કાર્યક્રમોથી એસ.પી.સી.ના બાળકો પ્રકૃતિને નજીકથી જોઇ તેમને સમજી શક્યા છે. પ્રકૃતિના ખોળે રહેવાથી વૃક્ષોનું મહત્વ સમજ્યા છે જેને કારણે પર્યાવરણ અને વૃક્ષોનું જતન કરતા શિખ્યા. શૈક્ષણિક પ્રવાસ દ્વારા સમુહિક જીવન કેવી રીતે જીવી શકાય તે સમજણ કેળવી શક્યા છે. એસ.પી.સી.મા આવતા મહાનુભવોના અનુભવોનો લાભ એસ.પી.સી.મા જોડાયેલા બાળકોના જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે.
- આશિષભાઇ એસ.ટંડેલ
એક શિક્ષક તરીકે માત્ર વર્ગખંડમાં જ શિક્ષણ આપવાનું કાર્ય અત્યાર સુધીમાં કરતી હતી પરંતુ આ યોજનામા જોડાવાથી બાળકોને જાત અનુભવથી શીખવવાનો માહોલ તૈયાર થાય છે. વિવિધ જગ્યાએ વિવિધ કક્ષાના તજજ્ઞો અને કાર્યકરોની સાથે ચર્ચા કરવાથી તેમના જ્ઞાનનો તેઓ વિસ્તાર કરી શકે છે. યુનિફોર્મ પહેર્યા પછી સ્વયંશિસ્તતા જાળવે છે. શાળામાં પોતે વિશિષ્ટ વ્યક્તિત્વનું ઘડતર કેળવી શકે છે અને અન્ય વિદ્યાર્થી કરતા વિશેષ કંઇક પ્રાપ્ત કરી રહ્યા છીએ તેવું તેમના વ્યવહાર અને વર્તન પરથી જોઇ શકાય છે.
- સુનિતાબેન એમ.શિરોયા
જ્યારે અમે એસ.પી.સી.મા પરિપૂર્ણ સહયોગથી જોડાયા ત્યારે અમને ઘણી એવી બાબતોની જાણકારી ન હતી જે અમને મળી દેશ સામેના પડકારો જેવા કે ગુનાખોરી, ભ્રષ્ટાચાર, ટ્રાફિકના નિયમો, કુદરતી સ્ત્રોતોની જાળવણી, વન્યજીવોનું રક્ષણ કઇ રીતે કરી શકાય તે બાબત આ પ્રવૃતિ થકી સમજી શક્યા. એસ.પી.સી.ની યોજનામા જોડાયા બાદ અમારામાં નૈતિક મૂલ્યવાન ગુણો વિકસ્યા. આ યોજનાનો હેતુ સમાજ અને આપણા દેશના રક્ષકો (પોલીસ) વચ્ચે નિર્ભયતાનો સેતુ બાંધવાનો છે. આમ આ રીતે આ યોજના પવનવેગે આગળ વધે તેવી મારા મનની શુભકામનાઓ. આ યોજના અમારા અનુગામી મિત્રો માટે પ્રેરણારૂપ બનશે. જેમાં આ યોજનામાં જોડાનાર અન્ય વિદ્યાર્થીઓ દેશ પ્રત્યેની ભાવના, સંગઠન અને રાષ્ટ્રીય એકતાનું મૂલ્ય સમજશે અને આવનાર પેઢીને સમજાવશે આમ આ રીતે આપણા સમાજમાં અને પછી આપણા દેશમાં જાગૃતિ અને એકતાની સુગંધ ફેલાવશે.
- વૃતિકા સુરેશભાઇ કિકાણી
આવી યોજના આખા રાજ્યમાં જો દાખલ કરવામા આવે તો પોલીસ અને સમાજ વચ્ચે એક સેતુની કામગીરી થઇ શકે તેમ છે.
- હેમલતા જે. પટેલ
Only 22 boys and 22 girls are given SPC training. I think, all the students, who are interested in taking part in this activity, should be given opportunity to join SPC.
- Sunita Shiroya
SPC cadet’s interaction with experts have been very beneficial for overall development of the students.
- Ashish Tandel
The rapid change in the personality, thinking and discipline of SPC cadets is visible I can feel the change in their personality and their knowledge. That happened due to SPC cadet’s memorable visits to the experienced experts during the whole year.
- Yezdi P Patrawala

 
   
 
SiteMap © 2014 Website Developed by : SM Techno Consultants free hit counter